એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

દલિત સૂર્ય




વીંધી દરિયા સાત ભારતની ભૂમિ પર
લાવ્યો નવપ્રભાત ભારતની ભૂમિ પર
 
શમણે ઉગતો સૂર્ય દુઃખના ડુંગર ટોચે
પ્રગટ્યો તે સાક્ષાત ભારતની ભૂમિ પર

રોતી કીકી એક બીજીમાં અંગારા
દીથી પીડિત જમાત ભારતની ભૂમિ પર

બાળી મનુપુરાણ જડમાં ફૂંક્યા ચેતન
કોપે દ્રોણ જમાત ભારતની ભૂમિ પર

પાણીનો અધિકાર લગાડ્યો દવ ચવદારે
ઉકળી નદીઓ સાત ભારતની ભૂમિ પર

માગ્યો મતાધિકાર દલિતો કાજ અનોખો
જાણે હિમપ્રપાત ભારતની ભૂમિ પર

ગાંધીનો હઠયોગ, ઉપવાસીની હિંસા
સમજણને આઘાત  ભારતની ભૂમિ પર

મૂક્યો ‘સમતા’ શબ્દ તરતો બંધારણમાં
ઉગાર્યા દલિત પછાત ભારતની ભૂમિ પર

મુક્તિનો સંદેશ સૌને બુદ્ધ શરણથી
ટાળ્યો ઉલ્કાપાત ભારતની ભૂમિ પર

No comments:

Post a Comment