વેદના યુગો પુરાણી આપણી
કોઈની ફરકી અહીં ના લાગણી
ક્રોંચની પીડા રહ્યો ગાતો કવિ
આપણી પીડા હતી લાખો ઘણી
વેદનાઓ આપણી તે આપણી
વેદનાઓ જીવતર સાથે ગણી
શ્વાસમાં કરતી રહી તે આવજા
વેદના જાણે સગી હો આપણી
વેદનામાં શબ્દ ના ઉગ્યો કદી
ચીસ વિનાની ઘણી વીતી સદી
આંસુઓ સાથે જ નિસ્બત હોય તેમ
વેદનાએ માત્ર રેલાવી નદી.
સૂર્ય
ઉગ્યો આઇનામાં આપણા
આંખને
દેખાઈ આવી વેદના
બેડીઓ
દેખાઈ પગમાં, હાથમાં
દ્વાર
દેખાયાં ભીડેલાં કેદનાં
ને
થયા પોકાએ અંગે અંગના
ને
થયાં મંડાણ એવા જંગનાં
હેબતાયા
દેવતા કુકર્મના
ધ્યેય
એવાં તો જણાયાં જંગનાં.
જંગથી
પાણી મળ્યાં ચવદારનાં
જંગથી
માણસ બન્યા અધિકારના
વેશ
બદલીને ઉભો વ્યવહાર પણ
શબ્દ
ક્યાંયે ના મળ્યા સ્વીકારના.
બેડીઓ
ને ભીંત તૂટી કેદની
તૂટવી
બાકી પ્રથાઓ ભેદની
જંગ
જારી ત્યાં સુધી તો આપણો
ભૂંસવી
બાકી ઋચાઓ ભેદની
No comments:
Post a Comment