આપણી નીચે કયા ને આપણી ઉપર કયા છે?
આભથી પાતાળ સુધી આ બખડજંતર ક્યાં છે?
જાવ અશ્રુ લૂછવા તો જાણજો તેના વિશે,
વેદનાની વસ્તીઓ પર દુઃખના ડુંગર કયા છે?
પથ્થરો ભેદી ઉગ્યો જે પીપળો ત્યાં પૂછીએ,
રાઈ શાં નાના તરૂના બીજમાં તેવર ક્યાં છે?
સૂર્ય રાખીને હથેળી પર ભલે ચાલ્યા તમે,
જાણવું પડશે તમસના રૂપમાં નડતર ક્યાં છે?
ઝીલવા જ્યારે બધા પડકાર છે તો જાણીએ,
આપણી સામે કયા ને આપની ભીતર કયા છે?
No comments:
Post a Comment