એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Tuesday, May 19, 2015

જોઉં છું


 

રોજ તારું નામ હોઠે લાવનારા જોઉં છું

કર્મની ગતમાં તને ભૂલી જનારા જોઉં છું

 

દૂર તારા શબ્દથી તે દૂર તારી રાહથી

આંખ મીંચીને દિશાઓ ખૂંદનારા જોઉં છું

 

આઇનામાં એમ ચહેરો ઊપસે , ના ઉપસે

શ્વાસના અંતિમ પર માટી થનારા જોઉં છું

 

નામ તારું આમ તો પર્યાય આદરનો થયો

નામને સિક્કો બનાવી ફાવનારા જોઉં છું

 

કોતરી લીધા જિગરમાં સૂર્ય જેવા શબ્દ મેં

રોજ હું ઝળહળ દિલોદિમાગ મારા જોઉં છું  

No comments:

Post a Comment