અંતિમવાદી ન હોય
તેમને પણ ઠાર કરીને
પુરસ્કૃત થવાની
તેઓની મનોવૃત્તિ
છતી થઇ છે ત્યારથી
મને પણ થવા માંડ્યું છે કે
લીરેલીરા થઇ ગયેલા શ્વાસોને
વાચા આપતી
સહજ સર્જાયેલી કવિતાની હસ્તપ્રતથી
તેઓ મને પણ અંતિમવાદી ઠરાવી દેશે
હું અંતિમવાદી નથી
તેમ જણાવીશ તો
તેઓ કહેવાના-
‘સાબિત તો અમારે કરવાનું છે ને?”
હું કહીશ કે વિસ્ફોટો કરીને મેં
નુકસાન પહોંચાડ્યું છે ક્યાં
જાનમાલને?
તેઓ કહેવાના-
‘તારી કવિતા
વિસ્ફોટકોથી ઓછી ઉતરે તેમ નથી.
મેં ક્યાં બંદૂક ઉપાડી છે
આવા નિવેદન સામે
દંડો ઉગામતાં કહેવાના-
‘ તેં કલમ તો તાકી છે ને!
હમણાં તો
પૂરતું છે આટલું પણ...’
No comments:
Post a Comment