શું નડે છે?
એ જ બાબતમાં બહાથી તે ચડે છે,
જે નડે છે, તે જ પૂછે, શું નડે છે?
વ્રુક્ષ તો એકે નથી વાવ્યું કદીએ,
છાંયડામાં હક પહેલો સાંપડે છે
રોકડી જાગીર છે મંદિર તેની,
એશ ને આરામ પણ તેના વડે છે
ચાલવાનું હોય પોતાનાં જ પગથી,
શ્વાસ હાંફી જાય છે,પાછળ પડે છે
ધર્મગ્રંથોએ ગણાવ્યો એટલે છે,
શ્રેષ્ઠ બનતાં તો હજી ક્યાં આવડે છે?
No comments:
Post a Comment