પાંપણ ઢળેલી
રાખતા બેઠા છીએ આ બે ઘડી
સૂરજ સળગતો રાખતા
બેઠા છીએ આ બે ઘડી
ધુમ્મસ ધુમાડા
કાપતા , પહાડો નમાવી નાખતા
થાક્યા વિસામો
આવતા, બેઠા છીએ આ બે ઘડી
આ બે ઘડી બેઠા
છીએ તો માર્ગ પણ બેઠો અહીં
કે બેઉ સાથે
હાંફતા બેઠા છીએ આ બે ઘડી
બેસવાના નામ પર
બેઠા છીએ હળવાશમાં
બોજો ઉતારી નાખતા
બેઠા છીએ આ બે ઘડી
ક્યાં છે અહીં
એકાંત કે યાદોને અવસર આપીએ?
ચહેરા જતા ને
આવતા, બેઠા છીએ અ બે ઘડી
ફાટી ગઈ છે
જિંદગી વહેતી હવાના મારથી
બે થીગડાંઓ મારતા
બેઠા છીએ આ બે ઘડી
No comments:
Post a Comment