એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, May 4, 2015

દેવદાસી




દેવની દાસી અહીં તો શુદ્ર એવી નારીઓ
દેહની જાગીરના માલિક દુરાચારીઓ

વારસાગત વેદનાઓ દેવદાસીની ચિતા
જન્મની સાથે દફનની થાય છે તૈયારીઓ

મંદિરોની સભ્યતા ને દેવદાસીઓનો ધરમ
ભ્રષ્ટ બંને થાય એવા છે મહિમાધારીઓ

દેવદાસીના બચેલા એક બે અરમાન પણ
લૂંટવા આવી ચડે છે દેહના વ્યાપારીઓ

આંખમાં અંજાય જેની સામટો અંધારપટ
રોશનીનાં સ્વપ્ન જુએ શી રીતે નારીઓ ?

No comments:

Post a Comment