દલિતનું એ માનસરોવર દલિતનું એ કાશી રે
ધબકારે ધબકારે રટવા નામ મળ્યું અવિનાશી રે
આંખોનું અજવાળું લાવ્યો મુક્તિના વિચારો રે
ગુંજે તેનો અક્ષર અક્ષર શ્વાસોનો એકતારો રે
મધદરિયેથી તાર્યા તેણે જન્મો લખચોરાશી રે
દલિતનું એ માનસરોવર દલિતનું એ કાશી રે
દુઃખને દરિયે સુખની નૌકા બંધારણનો ધારો રે
મૂકી દીધા કાગળ ઉપર મુક્તિના અવતારો રે
બંધારણ ઘડનારો એવું છેવાડાનો વાસી રે
દલિતનું એ માનસરોવર દલિતનું એ કાશી રે
No comments:
Post a Comment