હોઠ પર શાને નકારો હોય છે?
જાણવાનો હક્ક અમારો હોય છે
શૂળના વર્તન અને વ્યવહારમાં
ચૂભવું તે પણ ઈજારો હોય છે
ક્યાં મળ્યો? કોને મળ્યો? ક્યારે મળ્યો?
ન્યાયનો સંકલ્પ સારો હોય છે
હોમવા ના હોય જેને યજ્ઞમાં
તેમને તો આવકારો હોય છે
ના કહેવામાં નથી સંકોચ પણ
દ્વેષ માણસનો નઠારો હોય છે
No comments:
Post a Comment