એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

એકબીજો સૂર્ય



ખાબોચિયું ગણાતો દરિયો થવા ગયો

પેલા દરેક માટે ખારો થવા ગયો

 

જો ઓળખાઈ જાય તો ક્યાંયનો ય રહે ના

ફાવીશ એમ ધારી અઘરો થવા ગયો

 

તૂટ્યા પહાડ લાવા આવ્યો ધસી બધેથી

તે હાંસિયો હતો ને નકશો થવા ગયો

 

હડધૂત તો હતો ને ઉલટો થયો વધારે

છેલ્લો હતો પરંતુ સાથે થવા ગયો

 

તેનેય  ગૂંગળાવી દેવા થયા પ્રયત્નો

ડૂમો હતો ગળામાં ટહુકો થવા ગયો

No comments:

Post a Comment