ન્યાય એવું નામ આપ્યું છે ભલે
ન્યાયનો જોવા મળે ના અંશ પણ
ક્રૂર હત્યારા ઠરે નિર્દોષ તે
ન્યાય છે કે ન્યાયનું જાતિકરણ?
લાશ અઠ્ઠાવન ઢળી એ રાતને
રક્તમય કરનારને જાણે જગત
ઓળખે નાં કાયદાના રક્ષકો
આંગળી ચીંધે બચેલા તો સતત
થાય હત્યાકાંડ જાતિદ્વેષમાં
નાં દયા દેખાય હત્યારા મહીં
ન્યાય કરનારાય કરતા ન્યાય ક્યાં?
માંચડે કોને ચડાવ્યો છે અહીં?
જેમ હંમેશાં બન્યું છે એમ ત્યાં
ન્યાય લક્ષ્મણપુર બાથેનો થયો
ન્યાય સાચો આપશે ન્યાયાલયો
આસ્થા, એવો ભરોસો પણ ગયો
No comments:
Post a Comment