તું હજી તારાપણામાં એટલો બાકાત છે
જે નથી જીવ્યો હવે તે જીવવાની વાત છે
હોય તેનાથી બહેતર,તે પશુ તું માનવી
સિંહ જીવે શાનથી એ તો તને પણ જ્ઞાત છે
એકડો ઘૂંટ્યો હતો તેં , તેમ પોતાને ય ઘૂંટ
જેમ ભણતર તેમ ઘડતરની ય શરૂઆત છે
એક કીડી હોય ના સ્ષામ ભલે પડકારવા
ઝૂંડમાં જો હોય તો વિરાટ પણ મહાત છે
ભૂંસ એ વિચારધારાથી મનુને, દ્રોણને
આઈના પર ડાઘ મૂકીને ગયેલી રાત છે
No comments:
Post a Comment