વાહ માણસ વાહ તારી ધર્મનિષ્ઠા ને સમજ
છીનવી લે કોળિયા તું લાખ ભૂખ્યા પેટના
ઘાસ ગાયોને ધરાવે એક માનીને ફરજ
વાહ રે ભૂદેવ તું મંદિરનો સામંત રે
દેવ નાં, તારે વધુ તો દેવદાસીની જરૂર
ઘોર અંધારા સમો ને તું વળી દીવો કરે !
વાહ ઈશ્વર વાહ પહેરે સુવર્ણ જામા જરકશી
ના મળે પીવા અહીં ત્યાં સ્નાન તેને દૂધથી
દેહ ભૂખ્યા , પથ્થરોને રોજ લાડુ લાપશી
No comments:
Post a Comment