વેદના પાછળ કરીને નીકળ્યો
હું મને આગળ કરીને નીકળ્યો
અંતરાયો આપમેળે ના ખસ્યા
તેમને નિષ્ફળ કરીને નીકળ્યો
પાથરેલા પહાડ તો શાના હટે
સામટા સમથળ કરીને નીકળ્યો
શ્વાસ ચાલે શબ્દ ચાલે ને ચરણ
ધ્યેય ચાલકબળ કરીને નીકળ્યો
ફાવશે ના એકલો સૂરજ બધે
શબ્દને ઝળહળ કરીને નીકળ્યો
No comments:
Post a Comment