એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

ઘૂવડ


સૂસવાતું ઉતરે ઘૂવડ અહીં

દોરવાયું ઊંદરે ઘૂવડ અહીં

 

અંધકારો મેં તમે જે સંઘર્યા

તે જ ઓઢે પાથરે ઘૂવડ અહીં

 

કોયલો ને મોરને મોકો નથી

પ્રિય તો કર્કશ સ્વરે ઘૂવડ અહીં

 

સાત મૂકો રંગ તોયે દ્રશ્યમાં

રંગ કાળો ચીતરે ઘૂવડ અહીં.

 

સૂર્યને સંતાપ એક જ વાતનો

આપણામાં વિસ્તરે ઘૂવડ અહીં

No comments:

Post a Comment