અમારાં સ્વપ્ન ભૂલીને અને અરમાન ભૂલીને
કરી મંદિરની ચિંતા વધુ મકાન ભૂલીને
મળી સત્તા પછી કરતા નહોતા કોઈની પરવા
હતા તારાજ તેને ભાગ્ય પર છોડ્યા હતા મરવા
વધાર્યા ભેદભાવો ભાઈચારાને ખતમ કરવા
ગણાયા આમ તો નખશિખ વેશે રાષ્ટ્રવાદીના
પરંતુ લાલચુ લોભી જણાયા રાજગાદીના
સજાવ્યાં હોઠ પર તેથી જ નામો રામ આદિનાં
હતા તો સંત-સાધુ ના, હતા સંપન્ન હિતોના
નહોતા ફક્ત નારીની વ્યથાના, પદદલિતોના
કદી ના છાંયડા જેવા ઢળ્યા માથે પીડિતોના
કાર્ય હુંકાર ભારે ક્રુરતાથી માણસો મારી
મને પણ સાનમાં કહેતા, હવે લઈશું ખબર તારી
અમે તો હીટલરોની એક આખી ફોજ ઉતારી
હતા સામંતશાહીની તરફ તે
ધ્યાન બદલીને
આસૂરી ત્રાડમાં આવી
ગયા’તા તાન બદલીને
ફરી કરવો હતો એ કેર સંવિધાન બદલીને
No comments:
Post a Comment