એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Tuesday, May 19, 2015

તારણહાર


 

દલિતો જિંદગી ને સુખના હકદાર છે બાબા

હજી બે શ્વાસ વચ્ચે રોજ હાહાકાર છે બાબા

 

મળેલા જોઇને હક્કો બળે ઈર્ષ્યા થકી લોકો

હથેળી જોઉં છું તો રણ ભેંકાર છે બાબા

 

બન્યા શિક્ષિત પણ સંઘર્ષ ક્યાં છે એકતા વિના

હવે સાચે ભયમાં હક અને હકદાર છે બાબા

 

ભલે પુષ્પો ધારે તારી પ્રતિમાને પ્રતિ વર્ષે

કયો શિક્ષિત તારો શબ્દ વારસદાર છે બાબા?

 

ભૂલાતું જાય છે સપનું હવે સંપૂર્ણ મુક્તિનું

અહીં સૌ પોતપોતાના તારણહાર છે બાબા  

No comments:

Post a Comment