દિવસે પણ રાતની દાસી રહી છે
સૂર્ય આપે એ જ અંધારા મહીં છે
અશ્રુઓ , ડૂમા જમારાશિ સિલકમાં
વેદનાની એ જ તો ખાતાવહી છે
ઉંબરો રોકે હજી રિવાજ ઘરનો
ઝંખનાની પાંપણો છાનું વહી છે
છે હજી અગ્નિપરીક્ષામાં ય રાજી
હર સિતમખત પર હજી તેની સહી છે
ત્યાં નથી અંગત હવે એકેય ઈચ્છા
મીણબત્તી જેમ બળવામાં રહી છે
મેં લખી છે એ જ પીડા આ ગઝલમાં
જે મને તેની
ઉદાસીએ કહી છે
No comments:
Post a Comment