નામને ઉપનામમાં સાચો પરિચય હોય ક્યારે?
જે હવે છું તે જ દર્શાવાય તેવો યત્ન મારે,
જો નથી આ જાણવું તો જાણવું છે શું તમારે?
તુચ્છ માનો છો
પરંતુ ધૂળ કે રજકણ નથી હું,
બંધનો તોડી ચૂક્યો
છું, દાસ મારો પણ નથી હું,
જો નથી આ જાણવું તો જાણવું છે શું તમારે?
જિંદગીનો આંક ઉંચે લઇ જતો પળપળ હવે હું,
સાવ કોરો રોજનીશીનો નથી કાગળ હવે હું,
જો નથી આ જાણવું તો જાણવું છે શું તમારે?
આઇનામાં તેજ મૂકી હું મને કરતો સવાલો,
દિવસે સૂરજ, બને વિચાર રાતોમાં મશાલો,
જો નથી આ જાણવું તો જાણવું છે શું તમારે?
ના તમારાં જેટલું સહેલું સફળ મારે થવાનું,
પાથર્યા કંટક તમે તે રાહ મારે ચાલવાનું,
જો નથી આ જાણવું તો જાણવું છે શું તમારે?
No comments:
Post a Comment