નાખજે લ્યા ધૂળ
બેશક નાખજે
હાથ બે ઓછા પડે તો
તું ભલે
બોલાવજે દસ બારને
પણ નાખજે લ્યા ધૂળ
તારા દ્વેષની
પણ નોંધ જે કે
એમ કરવાથી
નથી ઝાંખો પડ્યો
પડશે નહીં
છે આખરે તો
તે અમારો સૂર્ય
તારા લાખ સૂર્યોથી સવાયો
એક તેનું તેજ
નાં જીરવી શકે
તારો મસીહા પણ
ખબર છે એટલે તો
હું કહું છું
કે ભરેલા રાખજે
બે હાથ તારા
ધૂળનો લેજે સહારો
આમ ઈચ્છા થાય ત્યારે નાખજે
એમ કરતાં
રાખજે વહેતી હવાનું ધ્યાન
તેના રૂખને પણ જાણજે
ક્યાંક નાં એવું બને કે
ધૂળ
જે ઉદ્દેશ્યથી નાખી રહ્યો તું
આજ મારા સૂર્ય સામે
તે નકામી જાય
તારા ઉદ્યમોથી
તું જ હાંકી જાય
ને આ ધૂળ
ભૂલી જાય તારી વાત
ને આવી પડે
તારી અદેખી આંખમાં...
No comments:
Post a Comment