એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

કોણ તે સિવાય



દ્રોણ શાળામાં અને મંદિરમાં પ્રગટે મનુ

કોણ તે સિવાય ભીડે બારણું પ્રવેશનું?

 

શક્યતા જન્મે અહીં ને મારવા આવે ધસી

હાંસિયાની કેદ શાસન હોય જાણે કંસનું

 

હાથ મેળવશે ,હૃદયની તો નથી સંભાવના  

દૃશ્ય પર ના લાગશે કલંક આભડછેટનું

 

હાથ કાળા થાય એવાં કર્મના કરનાર તે

નામ નાહકનું વગોવે કોલસાની ખાણનું

 

જ્ઞાન સાચું ના મળે ત્યાં ધર્મ સાચો શું મળે?

થાય મોઢું કેમ ના કાળું પછી સંસ્કારનું?


 

No comments:

Post a Comment