બહેતર છે ખપી જઈશું અમે માથાં કપાવીને
નહીં જીવાય આ યુગમાં હવે માથાં ઝૂકાવીને
નથી અવરોધ નડવાના તમારાં ક્યાંય પણ અમને
કરી લઈશું બધે રસ્તો, દીવાલે લાત મારીને
હવે રોતો ચહેરો તેમને મળશે નહીં જોવા
કર્યાં છે ખુશ દર્પણને અમે એવું જણાવીને
અમે ઘરમાં છુપાઈને નથી ભયમુક્ત બનવાના
લડીશું,આવશું સામે કફન માથે લગાવીને
શકુની છે અને કરશે કપટ છે આવડત તોયે
રમી શકશે નહીં અમને હવે પ્યાદાં બનાવીને
No comments:
Post a Comment