એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Tuesday, May 19, 2015

પ્રણેતા



સૂર્ય જેવી ચેતનાનો તે પ્રણેતા

ઉઘડે આકાશ તેનો શબ્દ કહેતાં

 

પૃષ્ઠ સોનેરી અમારી વેદનાનું

આજની ઝળહળ ગરિમાનો વિધાતા

 

શ્વાસને આપ્યો નવો વિશ્વાસ તેણે

જિંદગીને સાંપડ્યો આદર્શ નેતા

 

તર્જની ચીંધે હજી શબ્દદેહે

શબ્દમાં જીવંત મુક્તિનો પ્રણેતા

 

તે મસીહા છે અમારી ચેતનાનો

ગર્વ અમને થાય તેનું નામ લેતાં

No comments:

Post a Comment