આ ધરાનો સૂર્ય છે શિક્ષિત, સૌ વિશ્વાસ રાખે
તે નથી અંધારનો પ્રેરિત, સૌ વિશ્વાસ રાખે
છે લગામો આજના આ સૂર્ય પાસે એટલે
ન્યાયનો રથ ચાલશે નિશ્ચિત, સૌ વિશ્વાસ રાખે
પદ દલિતો શોષિતો વંચિતનો વિશેષ તે
તોય સાચવશે બધાંનાં હિત, સૌ વિશ્વાસ રાખે
ક્ષોભ્ ના પામે ધરાના સૂર્ય પાસે આવતા
કોઈ તેને મન નથી ત્રાહિત, સૌ વિશ્વાસ રાખે
એકલાં દ્રશ્યો નહીં અજવાળશે તે આયખાં,
આંખ સુધી તે નથી સીમિત, સૌ વિશ્વાસ રાખે
શબ્દમાં ઊગેલ આ સૂરજ નહીં પોતે ઢળે,
ના હશે તે રાતનું નિમિત્ત, સૌ વિશ્વાસ રાખે
No comments:
Post a Comment