તેના નામે તરનારાઓ તરી ગયા
ભરનારા તો ખિસ્સાંઓ પણ ભરી ગયા
ભણ્યા ગણ્યા તે ભૂલી ગયા પોતાને પણ
એમ કહો કે સમાજ માટે મરી ગયા
જીવી રહ્યા વિદ્રોહ નહીં પણ દ્રોહ કરીને
અંગત સુખના અજવાળામાં સરી ગયા
જાણે જન્મદિવસ ને જાણે પુષ્પઅંજલિ
નથી જાણતા , આંબેડકર શું કરી ગયા?
No comments:
Post a Comment