એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

આંધળા વિરોધમાં



 

આ અનામત નામની રાહત હટાવો

એટલે  કે ન્યાયની બાબત હટાવો

 

ભેદ જુએ છે, નથી તે કાંઈ  જોતી

ખૂબ  ઊંડે ઉતરો, નફરત  હટાવો

 

ન્યાય સંવિધાનને કરવા હવે હો  

આંખ સામેથી મનુ ભાગવત હટાવો

 

ના જમો તો થાઓ ઘરભેગા પરંતુ

ના કહો કે અન્યની પંગત હટાવો

 

આંધળા વિરોધમાં ચર્ચો અનામત

પૂર્વ તેની  દ્વેષ , જાતિગત હટાવો

No comments:

Post a Comment