એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

ચાલવું





જાતનો આધાર  લઈને ચાલવું
શબ્દનો રણકાર લઈને ચાલવું

પગ તળે ધરતી અને બે હાથમાં
આભનો વિસ્તાર લઈને ચાલવું

રેતમાં માથું છૂપાવ્યે ના મળે
શ્વાસનો અધિકાર લઈને ચાલવું

આપશે રસ્તો જ રસ્તાની સમજ
દ્રશ્યનો અણસાર લઈને ચાલવું

ડંખ ભૂલે ડંખનારા બે ઘડી
ફૂલનો વહેવાર લઈને ચાલવું

મંઝીલોની વાત અંધારી ઘણી
રક્તમાં સવાર થઈને ચાલવું

કોઈ ઈચ્છે એમ નહીં પણ આપણા
મનસૂબાનો સાર  લઈને ચાલવું

No comments:

Post a Comment