જિંદગી જિંદાદિલીથી
સાંપડે છે
ક્યાં કહું છું, જિંદગી શ્વાસો વડે છે?
સાવ સીધી રાહ તો ચાહી નથી મેં
એ જ રાહત, ચાલતાં તો આવડે છે
ધ્યેય સાથે એટલે ના થાક લાગે
એકલાને રાહ પણ લાંબો પડે છે
જેમણે ના ઊંચક્યું માથું કદી પણ
દોષ તે નસીબને આપી રડે છે
હું ઘડું તેથી વધારે ભાગ્ય મારું
હાથ બે અદ્રશ્ય મારા તે ઘડે છે
No comments:
Post a Comment