એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

લોકો


 

હતો એક તેના થયા ચાર લોકો

અને એમ તૂટ્યા લગાતાર લોકો

 

નથી તો સમજતા કદી વાત સીધી

અને તોય પાછા સમજદાર લોકો

 

નથી જે સવાલો જ ઉત્તરને લાયક

 અને  તોય પૂછે ફરીવાર લોકો

 

રિવાજો ન  તૂટ્યા,ભલે રાહ છૂટ્યા

દિશાહીન ચાલ્યા ઘણીવાર લોકો

 

કથા અંધકારો કરે, સાંભળે તે

કરે સૂર્યને પણ નમસ્કાર લોકો

 

રહી જાય છે તે બધા પોથીઓમાં

નથી જાણતા  જે અધિકાર લોકો

 

વધે સ્વાદ જ્યારે ભળે દૂધ સાકર

નથી એમ ભળતા અહીં યાર લોકો

No comments:

Post a Comment