એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

પ્રત્યાઘાત છું


 

 

હું ઉમદા મનુષ્ય તરીકે મિરાત છું

ને તો ય તુચ્છ ધૂળ ગણાતો  હયાત છું

 

ઉલ્લેખ પણ ન ક્યાંય કે ક્રમની બહાર છું

હું એમ હાંસિયામાં અહીં જન્મજાત છું

 

બેદાગ ચાંદનીનો નથી ગર્વ ચંદ્રને  

પેલો મલિન રોજ કહે ઉજળિયાત  છું

 

મેં આયનો ધરીને ગુનો આચાર્યો નથી

હું શબ્દનો સ્વભાવ છું, કર્મે ઉદાત્ત છું

 

દાઝી જનાર માને મને ના જવાબદાર

હું તેમની જ ઘાત તણો પ્રત્યાઘાત છું

No comments:

Post a Comment