એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 23, 2015

એક બીજો દ્રોણ


 

 

 

ગુણ કાપે તે જ કૃપાગુણ આપે, ના બને,

દંભદ્રષ્ટિ દ્વેષ દ્રષ્ટિકોણ  બદલાયા નથી.

ભવ્ય એવા છે અમારા પણ મનોરથ એટલે

રોજની ચિંતા રહે કે દ્રોણ બદલાયા નથી

 

દ્રોણ પેલો એક, પણ વ્યાપી ગયો અનેકમાં,

અંત ના આવ્યો વ્યથાનો એમ એક જ દ્રોણમાં

જે નથી કરતા ભલું  કરવાય દેતા નથી,

છે કરોડો આજ એવા દ્રોણ દ્રષ્ટિકોણમાં

 

તૂટવા દેવો નથી પેલો ઈજારો દ્રોણનો,

કાપતાં કાંડાં સ્વયં, તે અંગુઠા માગે નહીં,

ના કબૂલે એક બીજો દ્રોણ હોવાનું કદી,

દ્વેષના પર્યાય પેલા દ્રોણને ત્યાગે નહીં

 

ધ્યેય બસ, બે ચાર પગલાંની કથામાં વિરમે,

દ્રોણ દ્રષ્ટિકોણ બદલે તે સમય આવ્યો નહીં,

સાત  દરિયાનો અજંપો ઘૂઘવાતો હોય પણ,

દ્રોણનાં ડૂબે સિંહાસન તે પ્રલય આવ્યો નહીં


 

No comments:

Post a Comment