જીત્યા હો જંગ ભલે
તલવારે, કલમ અમે તાકી છે
ક્યાં તોપોનું કામ અમારે? કલમ અમે તાકી છે
અંધારાની સામે તલવારોથી નથી લડાતું
સામે છે અંધારાં ત્યારે કલમ અમે તાકી છે
માણસ માણસને શોભે તેવી રીતે લડવાનો
એવું માનીને અત્યારે કલમ અમે તાકી છે
અંધારાંની પાસે રાતો તેની બીક બતાવે
સૂરજના મોઘમ ઇશારે કલમ અમે તાકી છે
લોહીતરસ્યાં ચામાચિડિયાં અવગતિયા પિશાચો
વકરે જેમાં તે અંધારે, કલમ અમે તાકી છે
માણસ ઊંચાનીચા એવા કેવા ભેદભરમ આ?
બુદ્ધિના એ કલમ વ્યભિચારે
કલમ અમે તાકી છે
સંદેશો આપ્યો છે સૌને કલમ અમે તાકીને
કોઈ નિસહાય ન ધારે, કલમ અમે તાકી છે
કાગારોળ મચાવે પેલા, ગુનેગાર ગણાવે
બંદૂકો તાકી છે ક્યાં રે ! કલમ અમે તાકી છે
બંદૂકો લેવી જ પડે ના એ તો કેવું સારૂં?
ન્યાય
કલમથી મળશે ક્યારે? કલમ અમે તાકી છે
No comments:
Post a Comment