તેના રચેલા શબ્દને આકાર હોય છે
આ વેદના ભલેને નિરાકાર હોય છે
તેના નકારવાર નકારે ઉજાસને
સમતા સમાનતા વિના અંધાર હોય છે
મુક્કો નથી ઉગામતા તો માર હોય છે
સંઘર્ષ એ જ આપણો આધાર હોય છે
હારી નથી જવાના ચરણ થાકવા છતાં
પ્રત્યેક શ્વાસમાં નવો રણકાર હોય છે
ને એટલે તો કોઈ નિરાધાર પણ નથી
સૌને ક્ષિતિજ પારનો આધાર હોય છે
No comments:
Post a Comment