વારસામાં રાત ને અંધારપટ
ઉતરો ઊંડા જણાશે છળકપટ
તે નથી જોતું તમારી લાયકાત
નામ જાણીને જ ખૂલે દ્વાર ફટ
ઉચ્ચ વર્ણો મેળવી શકશે પ્રવેશ
વામણી છે કેટલી આ ચોખવટ !
આ હવા આવી શકે બેરોકટોક
સુખ થોડું એમ આવે છે નિકટ?
એટલા પેતાવશું દીવા અમે
જેટલો ઘનઘોર છે અંધારપટ
No comments:
Post a Comment