આ શબ્દનું ઝનૂન
, તે મારું ઝનૂન
છે,
આ રક્તપાત
ક્યાંય વહેવારૂ ઝનૂન
છે,
મારું ગણી શકાય
તે મારું નથી
હજી,
જો આંચકી લઉં
તો નઠારૂં ઝનૂન છે.
આ કવિતા જખમની યાદી નથી,
વેદના આ કોઈ ફરિયાદી નથી,
ધોધમાં પણ નીતરે તો શબ્દમાં
અશ્રુઓની આજ બરબાદી નથી.
ભૂલ તારી થાય તો ચિંતા ન કર,
ભોમિયો પણ રાહ ભૂલે કોક વાર,
હાર પામે છે છતાં કરોળિયો,
ધ્યેયને ભૂલ્યો નથી એકેય વાર.
ક્યાં લગોલગ ચાલવાની ચાહ છે
જેમ તારી તેમ મારી રાહ છે.
ચાલવાનો હક હવે છે એટલે
ચાલનારાનો અહીં પ્રવાહ છે.
No comments:
Post a Comment