એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

માણસ અમે




જીવતા ને જાગતા માણસ અમે
મૂળ ઊંડે રાખતા માણસ અમે

જિંદગીને પામવાની હોડમાં
દોડતા ને હાંફતા માણસ અમે

વર્ણો ચાર જ્યાંની ત્યાં હજી
તળિયું જ્યાં હતા માણસ અમે
 
જાતને નામે તારે છે પથ્થરો
જાત નામે ડૂબતા માણસ અમે

માપદંડો તેમના જૂદા હતા
લેશ ક્યાં જુદા હતા માણસ અમે?

શક્યતાનું આભ ખોલીને હવે
સૂર્ય સામે આવતા માણસ અમે

હાથમાં અક્ષર અને પથ્થર જુઓ
જે જરૂરી રાખતા માણસ અમે.

No comments:

Post a Comment