રક્તને કરતો વિષમ ધિક્કારવાદ
કોઈનો ના હો ધરમ ધિક્કારવાદ
કીકીઓ કાંટા બને છે ત્યારથી
આંખમાં લાવે અહમ ધિક્કારવાદ
પ્રેત બેઠાં થાય પાછાં વેરનાં
જે તરફ માંડે કદમ ધિક્કારવાદ
હાથ નાં કંપે સિતમ સંહારમાં
ક્રૂર એવો બેશરમ ધિક્કારવાદ
લોહીઉકાળા અરે અશ્રુપ્રકોપ
છે થયો કોને હજમ ધિક્કારવાદ?
નાં કશું સમજે મરમ ધિક્કારવાદ
કોઈનો ના હો ધરમ ધિક્કારવાદ
No comments:
Post a Comment