એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Tuesday, May 19, 2015

વાયદા


 

છૂટી રહ્યા છે વાયદા પૂના કરારના

પાછા પડી રહ્યા છે હવે રથ સવારના

 

સંકલ્પને જવું તો હતું સિદ્ધિઓ તરફ

નડતર બન્યા રિવાજ મનુના વિચારના

 

ચાલી શકાય એવા નથી હાલ આજ પણ

છે કામ સારવારને નામે પ્રહારનાં

 

ને રાખવો ભરોસો છતાં ન્યાયતંત્ર પર

હક્કો વિષે ચુકાદા મળે છે નકારના

 

સૂરજને રોકવાના પ્રયત્નો છે તેમના
પૂરા થશે કોડ કદી અંધકારના

No comments:

Post a Comment