એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 23, 2015

શુભસંકેત


 

 

 

નાં ફળ્યું , ખોયું ઘણું અઠરસો સત્તાવને

રક્ત ને આંસુ પડાવી આંખમાં પાછું ગયું

એક શમણું સિદ્ધ કરવામાં થયા તારાજ સૌ

છેક છેવાડે વસેલાનું હતું શું કે ગયું?

 

જે મશાલો સૂર્ય પેટાવી શકી ના તે હતી

પોતપોતાની ધરાની  ટૂકડા વિસ્તારની

જીર્ણ જર્જરિત ને તિમિરઘેર્યા લોકને

એક સૈકો વાટ જોવાની હતી સવારની 

 

ના મળી સ્વતંત્રતા અઢારસો સત્તાવને

શુભ ને સારો હતો સંકેત તેમ માનવું

ગુલામીથી વધારે હોત બદતર દશા

દેશનું શાસન ફરી ધર્માંધ હાથોમાં જવું

 

હોત બંધારણ મનુવાદે રચેલું એ જ ત્યાં

જીવતરનાં ગામડાંઓ હોત ત્યાં દોજખભર્યા

એક સંવિધાન માનવતા ભરેલું હોત ના

જીવનારાને  જ ના સમજાત કે જીવ્યા કે મર્યા?

 

હોત આઝાદી મળી પણ હોત ના આંબેડકર

પદદલિતો શોષિતો ને સર્વહારા હોત ક્યાં?

કોણ લાવ્યું હોત હિન્દુ કોડ બિલ સમાન હક

શ્વાસને લાયક હવા આબોહવા શું હોત ત્યાં?

                              

 

No comments:

Post a Comment