આવનારા યુગનો અણસાર લઇ આગળ વધો
એ જ બાબા ભીમનો વિચાર લઇ આગળ વધો
ચીસ થઇ આગળ વધો ફુત્કાર લઇ આગળ વધો
શ્વાસ ને નિશ્વાસનો સંસાર લઇ આગળ વધો
આપણે માટે ખુલી તો છે દિશાઓ સામટી
વિઘ્ન ઉભાં છે હજી પડકાર લઇ આગળ વધો
શોધીએ સાથે મળી સૌની પીડાનો ઈલાજ
પદદલિતો, શોષિતો નિર્ધાર લઇ આગળ વધો
પંખીઓ ઉડી શકે, ખીલી શકે ફૂલ પણ
એમ સૌ અરમાનનો અધિકાર લઇ આગળ વધો
No comments:
Post a Comment