વેરથી ક્યારે શમેલાં વેર? પાછો વળ હવે
રાહ ભૂલ્યો, માનવી તું ઘેર ,પાછો વળ હવે
છાંયડા આપી શકે એવાં તરૂવર જોઈએ
વિષવેલાઓ જ ના ઉછેર,પાછો વળ હવે
હોય નફરતનું જ મંથન, નીકળે બીજુંય શું?
તું નથી શંકર પચાવે ઝેર ,પાછો વળ હવે
ભૂલ ના, નફરત વળી તારાય ઘરને બાળશે
ને થશે તારૂંય ઘર ખંડેર ,પાછો વળ હવે
સ્થાન તું પામી શકે છે માનવી રૂપે ફરી
તું વગોવાયો ભલે ચોમેર,પાછો વળ હવે
No comments:
Post a Comment