અંધાર એક પૂર છે દીવો કરી જુઓ
ચારે દિશાનો સૂર છે દીવો કરી જુઓ
ભીંતો કદાચ હોય તો તોડી શકાય પણ
ગુમાન છે , ગુરૂર છે દીવો કરી જુઓ
એ તો સદાય ડારતો ડરપોકને વધુ
અંધારપટ અસૂર છે દીવો કરી જુઓ
ના ચંદ્ર હોય રોજ અજંપાના આભમાં
ક્યાં આ વિકલ્પ દૂર છે? દીવો કરી જુઓ
ડૂબી જતી જણાય નજરની ય નાવડી
ઉજાસની જરૂર છે દીવો કરી જુઓ
No comments:
Post a Comment