મૌન સદીઓનાં બને
છે આગના અક્ષર
ભાગશે ભગવો સમેટી
સંત ને ઈશ્વર
રામને આ દ્રશ્યની
તો કલ્પના ક્યાંથી?
શમ્બૂકોના હાથમાં
અક્ષર અને પથ્થર
દ્વાર ફેલાવી કહે
છે મંદિરો ‘આવો’
નાં રહ્યો જ્યારે
હવે એ દેવ પર આદર
મોકલ્યા છે
આફતોના તેમણે દરિયા
મૂકશે એ પૂષ્પ
ક્યાંથી આપણા પથ પર
તેમને ફરકાવવા દો
વાવટા કાળા
સૂર્ય તો મૂક્યે
જશે અજવાસના અક્ષર
No comments:
Post a Comment