એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

સંભવ નથી


 

અંધકારો ઉતરે ત્યાં સાંજ, તે સંભવ નથી

આથમે મારોય સૂરજ ત્યાં તે સંભવ નથી

 

એક બીજો સૂર્ય તો ઝળહળ  કરે છે જિંદગી

આભને સૂરજ મળે એવા જ તે સંભવ નથી

 

હાથ જોડીને નથી મેં મેળવ્યો ચહેરો ફરી

આઈના મારાં રહે નારાજ , તે સંભવ નથી

 

મુક્ત પંખી જોઈ ખૂંચી જેમને પણ બેડીઓ

જીવશે તેવા ગુલામીમાં , તે સંભવ નથી   

 

અંધાકારોએ  કદી રોક્યો હતો વર્ચસ્વથી

રોકશે રથ સૂર્યનો તે આજ, તે સંભવ નથી

No comments:

Post a Comment