એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Sunday, May 3, 2015

સમણું




એક સમણું એટલું પગભર થયું
આપમેળે ચાલવા તત્પર થયું

આંખના પોલાણથી જ્યાં નીકળ્યું
એક પૂરું વિશ્વ તેનું ઘર થયું

દર્પણો સૌએ ધર્યા રિવાજનાં
ફૂલ જેવું તોય તે પથ્થર થયું

હાથ ઊગી નીકળ્યા અવરોધના
એક માનીને ફરજ કાતર થયું

ને પહોંચ્યું સંશયોની પાર જ્યાં
લાખ એવા પ્રશ્નનો ઉત્તર થયું

No comments:

Post a Comment