એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, May 4, 2015

આવડે છે




સાવ પાસેના નડે છે
રાહ કરતાં આવડે છે

ઉગશે આ સૂર્ય કાલે
આજ મારે ચાકડે છે

માણવાનું ત્યાંજ તેને
સુખ શમણામાં જડે છે  

આ કલમ આ હાથ મારા
આવડે તેવું લડે છે

વેદના  શું શું કરાવે ?
હું લખું કોઈ રડે છે

No comments:

Post a Comment