આંખો ખુલ્લી તોયે લાગે છે ઠોકર
ઠોકર એવી આંખોથી દેખાય નહીં
હડસેલા આવે છે, એ જ નકારે છે
વિવશતા કેવી કે પડકારાય નહીં
કાલે ભીંતો રસ્તા વચ્ચે દેખાતી
કાલે રસ્તા એ રીતે અવરોધાયા
ભીંતો દૂર કરાવી સંવિધાને તો
ના દેખા દે એવા પથ્થર ખડકાયા
ઠોકર વાગી ને જ્યારે પટકાયા ત્યાં
દર્શાવાયો વાંક અમારાં પગલાંનો
જુઓ શીખ્યા છે કેવું ? શું કરશે આ
મોકો દેખાયો છે એવું કહેવાનો
યુગો આમ જ ભોગ બન્યા મારા લોકો
કારણકે તે છેવાડાના માણસ છે
કાપી લેવાં છે માથાં તો આજે પણ
કારણકે શમ્બૂક તણા એ વારસ છે
No comments:
Post a Comment