એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

શોધ


ગુનેગારો નજર સામે , હજી પણ શોધ ચાલુ છે,

લગાડ્યું જૂઠને કામે, હજી પણ શોધ ચાલુ છે.

 

વસે છે તે ઘરમાં, શસ્ત્ર પણ તેમાં છૂપાયેલાં,

અને ભળતા સરનામે, હજી પણ શોધ ચાલુ છે.

 

નથી ભાગ્યા ગુનેગારો, નથી ભૂગર્ભ સંતાયા,

ફરે છે રોફથી ગામે, હજી પણ શોધ ચાલુ છે.

 

હજી વિવાદ છે શમ્બુકની હત્યા હતી તોયે,

કબૂલ્યું પાપ ના રામે, , હજી પણ શોધ ચાલુ છે.

 

બતાવે દોષીઓને કાયદાના રક્ષકો રસ્તા,

મળે શું ભાળ ઈનામે ? હજી પણ શોધ ચાલુ છે.

No comments:

Post a Comment