(મનુવાદી માનસિકતાનો એક્સ રે)
ઝંખનાઓ હોય જો ઉન્નત, હટાવો
કાંકરી કાલે હશે પર્વત, હટાવો
અંધકારોના રચી દો અંતરાયો
સૂર્ય જેવી હોય જે બાબત, હટાવો
પાયખાના કે મસોતાના રહે તો
અન્યથા હો ક્યાંક તો તુરત હટાવો
છો નભે તે કાયદાઓ ગ્રંથ વચ્ચે
ન્યાય નામે જો કરે હરકત, હટાવો
ના જગાડો, શમ્બૂકો ધ્યાનસ્થ સારા
તીરની ધારે હણો, કરવત હટાવો
No comments:
Post a Comment